ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે પિવા ના પાણી ના કુવા મા ગંદકી ના ગંજ…..
ઉના તાલુકા દેલવાડા ગામે પંચાયત નો ભમ્મરીયા કુવા તરીકે ઓળખાય છે એવો કુવો નદિ કિનારે ભિડભંજન મહાદેવ મંદિર પાસે આવેલો છે
હાલ આ કુવા માંથી ગ્રામ પંચાયત ની પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે કુવા નુ પાણી સંપુર્ણ પણે મીઠું અને પિવા લાયક છે પરંતુ આ કુવા ની પંચાયત દ્રારા વખતોવખત સફાઇ થવી જોઈએ એ સફાઇ કરવામાં આવતી નથી આ કારણોસર કુવા મા પ્લાસ્ટિક ની બોટલો તથા નકામા ચંપલો અને કચરા ને કારણે પાણી દુષિત થવા ની સંભાવના છે માટે આ કુવા મા પડેલ કચરો તાકિદે દુર કરી સફાઇ કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે ભુતકાળમાં આ કુવા મા કચરો ના પડે અને કુવો સંપુર્ણ સાફ રહે એ માટે જેતે વખત ના પંચાયત ના પદાધિકારી ઓ દ્રારા કુવા ઉપર લોખંડ ની ઝાળી ફિટ કરવામાં આવેલ હતી
હાલ મા નતો ઝાળી ફિટ કરેલ છે કે ના તો સફાઇ કરવામાં આવે છે તો લોક માંગ મુજબ ભમ્મરીયા કુવા ની સંપૂર્ણ પણે સફાઇ કરી કુવા માં કચરો પડે નહીં એવી વ્યવસ્થા કરવામાં આવે
બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના







Total Users : 145712
Views Today : 