>
Wednesday, July 2, 2025

પ્રાંતિજ ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમ યોજાઈ

પ્રાંતિજ ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમ યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રાંતિજ શહેર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ નગરપાલીકા વિસ્તારમાંથી ૫૮ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

આ તાલીમમા . નાયબ બાગાયત નિયામકશ્રી ડી.એમ.પટેલ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તથા કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, ઘર આંગણે કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો, તેમાં ઉપયોગી વિવિધ મીડિયા તથા સાધનો વિષે ખુબ જ વિસ્તૃતમાં માહિતી આપી હતી. અધિકારીશ્રી એમ.ડી.આચાર્ય દ્વારા બાગાયત ખાતાના ‘’ગ્રો મોર ફ્રૂટ ક્રોપ’’ અભિયાનની માહિતી આપવામાં આવી હતી.શ્રી બી.એમ.પઢીયાર દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી. ત્યારબાદ બાગાયત અધિકારીશ્રી એસ.કે.ચૌધરી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી. બાગાયત મદદનીશશ્રી એન.આર.પટેલ દ્વારા ફળ અને શાકભાજીની વિવિધ મુલ્યવર્ધન બનાવટો વિષે માહીતી આપવામાં આવી. તાલીમના અંતે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ તાલીમમાં બાગાયત વિભાગ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

 

 

તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores