તલોદના આંત્રોલી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે CDHOશ્રીના માર્ગદર્શન હેઠળ જી.એમ.ઈ.આર.એસ. બ્લડ બેન્ક હિંમતનગર તથા GROSPINZ LTDનાં સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં ૫૦ જેટલી બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યુ હતું. રક્તદાન પ્રત્યે ગ્રામ્ય કક્ષાએ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 
રક્તદાતાઓએ માનવ જીવનનું પુણ્ય કર્મ રૂપ રકતદાન કરી મનુષ્ય ધર્મની જરૂરી ફરજ બજાવી હતી. અતિ જોખમી સગર્ભા માતાઓ અને જરુરતમંદને તાત્કાલિક લોહી મળી રહે તેવા ઉમદા હેતુસર આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં આરોગ્ય ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145624
Views Today : 