આજરોજ ભાજપા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ ના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે સોશ્યલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખો ના રોગનું મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકા ના બારેજા ગામ ની સેવા ભાવિ સંસ્થા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રષ્ટ તથા અંધજન મંડળના સહિયોગ થી યોજાયેલ નેત્ર રોગ નિદાન કેમ્પમાં ૨૩૦ જેટલા દર્દીઓએ આંખની તપાસ તેમજ દવાઓ નિશુલ્ક આપી
જેમાં થી ૩૦ જેટલા દર્દીઓને મોતિયા ના ઓપરેશન ની જરૂરિયાત જાણતા નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ વિશેષ બસ માં વાત્રક ખાતે આવતીકાલે લઇ જવામાં આવશે જ્યાં તેમનું ઓપરેશન પણ નિશુલ્ક કરી આપવામાં આવશે અને ત્યાર પછી એ જ બસ માં ઉમેદગઢ ખાતે પરત તેમના ગામે મૂકી દેવામાં આવશે. સહિયોગ સહકાર આપવા માટે આવેલ સંસ્થાના ડોક્ટરો તેમજ ગામના યુવાનો વડીલો નો આભાર માનું છું
આ પ્રસંગે શ્રી દિપસિંહ રાઠોડ ( સાંસદ , સાબરકાંઠા ) , શ્રી કાંતિભાઈ પટેલ ( પ્રમુખ તાલુકા પંચાયત ઇડર ) , શ્રી પ્રેમલભાઈ દેસાઈ ( પ્રમુખ તાલુકા ભાજપા ) , શ્રી કલ્પેશભાઈ પટેલ , શ્રી પ્રકાશભાઈ પટેલ ( સદસ્ય તાલુકા પંચાયત , ઇડર ) તેમજ ઇડર તાલુકા , વડાલી તાલુકા અને વડાલી શહેર સોશ્યલ મીડિયા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
*રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા*
*મો ન . 9998340891*