તા.12.6.2025 ના રોજ અમદાવાદ મેઘાણીનગર ખાતે જે લંડન તરફ જતું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું. તેમાં આપણા હિંમતનગરની દીકરી સ્વ.પાયલબેન સુરેશભાઈ ખટીકનું પણ દુઃખદ અવસાન થયેલ હતું.
જેમાં આજ તા.14.6.2025ના રોજ સા.કાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પરિવારના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓએ સ્વ.પાયલબેન ખટીકના પરિવારજનોને તેમના નિવાસસ્થાને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.*પરમ કૃપાળ પરમાત્મા સ્વર્ગસ્થ દીકરીની આત્માને પરમ શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનો પર અચાનક આવી પડેલ દુઃખની ઘડીમાં દુખ સહન કરવાની શક્તિ આપે.
આ પ્રસંગે જિલ્લા માઈનોરીટી ચેરમેન ટી.વી.પટેલ, તાલુકા પ્રમુખ અજમલસિંહ, રાજુભાઈ ડોન,જિલ્લા મહિલા પ્રમુખ બિંદુબેન, મહિલા શહેર પ્રમુખ જાહેદાબેન, જિલ્લા સેવા દળના પ્રમુખ મુકેશભાઈ, રણછોડભાઈ,
 તા.સદસ્ય મહેશભાઈ, પૂર્વ શહેર પ્રમુખ ઈશ્વરભાઈ, જિલ્લા ઉપપ્રમુખ ભીખાકાકા, મહામંત્રી ઈશાકભાઈ શેખ, ચંપકસિંહ બાપુ, ઈશ્વરસિંહ બાપુ, અકીલ શેખ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર કમલેશ સિંધી


                                    



 Total Users : 145225
 Views Today : 