૧૧ માં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનાં આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાદુંની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
“યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” થીમ પર યોગ દિવસની ઉજવણી કરાશે
૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાદુંની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાબરકાંઠા જીલ્લાકક્ષા તેમજ તાલુકા કક્ષા યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.”યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે કરવામાં આવશે.

૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે જિલ્લાકક્ષાએ, તાલુકાકક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય તેમજ આઇકોનીક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ૧૫ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ સ્થળો પર યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશનો સહિતના સ્થળોએ યોગ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી મીતા ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપાધ્યાય, પ્રાંત વિકાસ અધિકારી શ્રી સર્વે, યોગ બોર્ડના પ્રતિનિધિઓ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


                                    



 Total Users : 145225
 Views Today : 