ખેડબ્રહ્મા શહેર ખાતે બ્રહ્મ શક્તિ સેના દ્વારા ધ્વજારોહણ સંકલ્પ યાત્રા ૩ નું આયોજન કરાયું
ગુજરાતના વિવિધ ૧૯ જિલ્લાઓમાંથી ભૂદેવ પરિવારો એ ભક્તિ શક્તિ અને એકતાના મહાસંકલ્પને કર્મ ની અનુભૂતિના એહસાસ માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી ૧૦૦૦ થી વધારે ભૂદેવ પરિવારો દ્વારા માણેકનાથ મંદિરથી પ્રસ્થાન કરી અંબિકા માતાના મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અંબિકા માતાના ચાચર ચોકમાં દરેક ભૂદેવ પરિવારો દ્વારા માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વના કલ્યાણ અર્થે ભૂદેવ પરિવારો દ્વારા માતાજીને પ્રાર્થના કરી ધ્વજા ચઢાવવામાં આવી આ પ્રસંગે બ્રહ્મ શક્તિ સેનાના પ્રદેશ સંયોજક જપીન ઠાકર, યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા, ઉત્તર ગુજરાતના ઝોન પ્રભારી શ્રી કુંજન દિક્ષિત, જિલ્લા પ્રમુખ શ્રીકલ્પ ત્રિવેદી, બ્રહ્મ શક્તિ સેના તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ અને તમામ હોદ્દેદારો સંકલનમાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
. સંકલ્પ યાત્રા 3 ના કન્વીનર રાજન રાવલ,સહ કન્વીનર ચિંતન દવે, કેવલ સુરતી, બ્રહ્મ શક્તિ સેના સાબરકાંઠા જિલ્લા નાં તમામ હોદ્દેદારો સંકલનમાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ખેડબ્રહ્મા તાલુકા ના તમામ દાતાશ્રી ઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ખેડબ્રહ્મા શહેર તાલુકાના હોદેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


                                    





 Total Users : 145092
 Views Today : 