ગીર સોમનાથમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણો પર કડક કાર્યવાહી
ગીર સોમનાથ, ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ લિંગ ગુણોત્તરમાં અસમાનતા એક ગંભીર સામાજિક સમસ્યા છે. ખાસ કરીને ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં દીકરા પ્રત્યે વધુ પસંદગી અને દીકરીને બોજ માનવાની સામાજિક માનસિકતાને કારણે આ ખાઈ વધી રહી છે. સોનોગ્રાફી જેવા આધુનિક મેડિકલ ઉપકરણોનો દુરુપયોગ ગર્ભમાં બાળકના જાતિ પરીક્ષણ માટે થાય છે, જેના પરિણામે ગેરકાયદેસર ગર્ભપાતનું પ્રમાણ વધ્યું છે. કેટલાક લાલચુ ડોકટરો પૈસા કમાવવા માટે આવા પરીક્ષણો કરતા હોય છે.કાયદાકીય જોગવાઈઓ અને અમલવારીપી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ હેઠળ ગર્ભ પરિક્ષણ કાયદાકીય રીતે ગેરમાન્ય છે. આ અંગેની સૂચનાઓ ગર્ભ પરિક્ષણ કરતા દવાખાનાઓમાં લગાવવી ફરજિયાત છે. જિલ્લામાં આવા પરીક્ષણો ન થાય અને જો કોઈ આવું કૃત્ય કરતા ઝડપાય તો તેની સામે પગલાં લેવા માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી (પી.એન.ડી.ટી.) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના વડપણ હેઠળ એક જિલ્લા કક્ષાની સમિતિ પણ કાર્યરત છે.તાજેતરમાં, જિલ્લા વહીવટી તંત્રના ધ્યાનમાં આવ્યું છે કે ઉપરોક્ત જોગવાઈ હોવા છતાં જિલ્લામાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણો થઈ રહ્યા છે. આથી, જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે આ અંગે કડક પગલાં લેવા તંત્રને સૂચના આપી છે.નાગરિકો માટે અપીલ અને ગુપ્તતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે જો જિલ્લાના નાગરિકોને આ પ્રકારે ખાનગીમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાની જાણ થાય તો તેઓ જિલ્લા કલેક્ટરશ્રીના ટેલિફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૦૦૧ ઉપર ખાનગી રીતે જાણ કરી શકે છે. જાણ કરનાર વ્યક્તિનું નામ અને સરનામું ગુપ્ત રાખવામાં આવશે.કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે જિલ્લામાં ખોટી રીતે ગર્ભ પરિક્ષણ અટકે અને સ્ત્રી-પુરુષ વચ્ચેનો જાતિ ગુણોત્તર જળવાઈ રહે તે માટે આવા કૃત્યો કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ ધર્મેશ ચાવડા


                                    




 Total Users : 145091
 Views Today : 