>
Wednesday, July 2, 2025

ઉપલેટાઃ મામલતદારની જૂની નવી શરતોની જમીનની નોંધ સુઓ મોટોની કામગીરીને બિરદાવતા કલેકટર

ઉપલેટાઃ મામલતદારની જૂની નવી શરતોની જમીનની નોંધ સુઓ મોટોની કામગીરીને બિરદાવતા કલેકટર

 

પંથકના કુલ ૧૨૯૬ સર્વે નંબરોમાં નોંધ કરતા પ્રશસ્તિ પત્ર એનાયત કર્યુ

 

 

ઉપલેટા પંથકમાં તાલુકાની રેવન્યુ વિભાગની વિવિધ કામગીરી છેલ્લા ૬ માસથી પુરપાટ ઝડપે દોડતી હોય તેવું ચિત્ર ગઇકાલે ઉપલેટાના મામલતદાર દ્વારા નવી શરતની જમીન જુની શરતની નોંધ સુઓ મોટોની કામગીરી ને ધ્યાનમાં લઇ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરતા જોવા મળ્યા હતા.

 

ઉપલેટામાં મામલતદાર કચેરીમાં રેવન્યુ વિભાગમાં છેલ્લા ઘણા સમય થયા ખેતરો કુદરતી પાણી નિકાલ પારા બાંધી બંધ કરી દેવું જમીનના દબાણ કારણે ગ્રેન્ડ લેબિંગ કરવું ખનન ચોરી કરવી સહિતની ફરીયાદો વચ્ચે રાજય સરકાર મહેસુલ વિભાગ દ્વારા ૮-૪-૨૫ ના ઠરાવ અનુસંધાને નવી તથા અવિભાજય શરત વાળી જમીનોને જુની શરતમાં જાહેર કરવા અંગે નિર્ણય લેવાયેલ છે. જે અન્વયે રાજકોટ જીલ્લાના

 

ઉપલેટા તાલુકાના કુલ ૧૨૯૬ ની નવી શરતના સર્વે નંબરોમાં જુની શરતની નોંધો સુઓ મોટો દાખલ કરવાની કામગીરી નિયત સમય મર્યાદામાં ઉત્કૃષ્ટ રીતે ઉપલેટાના મામલતદાર નિખિલ મેહતા એ પૂર્ણ કરતા આ કામગીરીની જીલ્લા વહીવટી તંત્ર નોંધ લઇ કલેકટર પ્રભવ જોષીએ પ્રશસ્તિ પત્ર આપી મામલતદાર નીખીલ મેહતાની કામગીરીને બિરદાવેલ હતી.

 

રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores