ભારેલ પ્રાથમિક શાળામાં નોટો ચોપડાનું વિતરણ કરાયું
પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં દરેક બાળકોને દૂધ ઉત્પાદક સહકારી મંડળી ભારેલ તરફથી નોટો ચોપડાનું મંડળીના ચેરમેન ઇશ્વરભાઇ ઠાકોર અને સેક્રેટરી અશોકભાઈ ઠાકોરના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.ભવિષ્યમાં શાળામાં બાળકો માટે કોઈ જરૂરિયાત હોય તો દૂધ મંડળીને જાણ કરવી.શાળાના બાળકોને મદદરૂપ થવા ખાતરી આપી.
શાળાના આચાર્યે પ્રકાશભાઈ મેકવાને સ્વાગત પ્રવચન કર્યું.અને મદદનીશ શિક્ષક પરેશભાઈ જોષીએ આભાર વિધિ કરી.શાળાના સિનિયર શિક્ષક ઘનશ્યામભાઈ જેઠવાએ આશીર્વાદ પાઠવી ધ્યાન દઈ ભણવા અને નિયમિત શાળામાં આવવા ,વસ્તુઓનો સદુપયોગ કરવા જણાવ્યું.કાર્યક્રમનું સંચાલન કનૈયાલાલ વર્માએ કર્યું
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891





Total Users : 144914
Views Today : 