*એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા..*
આ કામના આરોપી તરીકે,
મીનાબેન લવજીભાઈ પરમાર , હોદ્દો-તલાટી કમ મંત્રી ટાકરવાડા ગ્રામ પંચાયત.
આ ગુન્હા ની ટુંક વિગત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રી નાઓના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હોય જે લોન સારુ ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુરશીમાના દાખલાની જરૂરિયાત હોય જેથી ફરિયાદીશ્રીનાઓ આક્ષેપિત ત.ક.મંત્રી મીનાબેન પરમાર નાઓ પાસે ગયેલ જે દાખલો આપવાની અવેજ પેટે આક્ષેપીત નાઓએ રૂપિયા ૪૦૦૦/- ગેરકાયદેસર લાંચની માગણી કરેલ જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..
ટ્રેપિંગ અધિકારી તરીકે,શ્રી એન. એચ.મોર,પોલીસ ઇન્સ્પેકટર,
બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.
સુપરવિઝન અધિકારી તરીકે
શ્રી કે. એચ. ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.








Total Users : 142385
Views Today : 