>
Thursday, July 31, 2025

ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય જે સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા સાવરકુંડલા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈધ સાહેબ નાઓએ આ બાબતે જરૂરી સચુના તથા માર્ગદર્શન આપેલ હોય

જે સંબધે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કોવાયા ગામે ત્હો. હરેરામ હરદેવભાઇ સાહની ઉ.વ.૫૫ ધંધો-ડોકટર, રહે.હાલ કોવાયા રામભાઇ વીરાભાઇ ના મકાનમાં તા.રાજુલા જી.અમરેલી મુળ-રહે.ચૈોધરીપુર પો.સ્ટ. રામપુર જી.મવ.રાજય.ઉતરપ્રદેશ વાળાએ કોવાયા ગામે રાજુલા રોડ ઉપર આવેલ લાલાભાઇ અરજણભાઇ વાધના ભાડાની દુકાનમાં તથા ત્હો. શિવમંગલ સ/ઓ ઇન્દ્રદેવ સીંઘ, ઉ.વ.૫૩, ધંધો-ડોકટર, રહે.કોવાયા, લાલાભાઇ અરજણભાઇ વાઘના ભાડાના મકાનમાં તા.રાજુલા જી.અમરેલી મુળ-સીંદુરીયા થાના-બારૂન તા.બારૂન જી.ઔરંગાબાદ (બિહાર) જે બંને નામ વગરનું ક્લિનીક પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી બંને પાસેથી મળી નંગ-૨૧ જેની કુલ કિ.રૂા.૨૦,૧૮૩.૧૩/-નો મુદ્દામાલ રાખી મેડિકલ પ્રેકિટસ કરી,પોતાના આ કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરી, મજકુરે ભારતીય ન્યાય સહીતા કલમ-૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ-૧૯૬૭ ની કલમ ૨૯ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ-૧૫(૩) મુજબ ગુનો કરેલ જે અંગે ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ.

 

પકડાયેલ આરોપી:-

(૧) હરેરામ હરદેવભાઇ સાહની ઉવ.૫૫ ધંધો-ડોકટર, રહે.હાલ કોવાયા તા.રાજુલા જી.અમરેલી મુળ-

રહે.ચૈોધરીપુર પો.સ્ટ.રામપુર જી.મવ.રાજય.ઉતરપ્રદેશ

(૨) શિવમંગલ સનઓફ ઇન્દ્રદેવ સીંઘ, ઉ.વ.૫૩, ધંધો-ડોકટર, રહે.કોવાયા, તા.રાજુલા જી.અમરેલી

મુળ-સીંદુરીયા થાના-બારૂન તા.બારૂન જી.ઔરંગાબાદ (બિહાર

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈધ સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે.ના ઇંચા.પોલીસ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા અને અના. એ.એસ.આઇ. એચ.એલ.રાઠોડ તથા અના.એ.એસ.આઇ. બી.વી.ગૌસ્વામી તથા અના.હેડ.કોન્સ જી.બી.ઝીંઝાળા તથા અના પો.કોન્સ મગનભાઇ વિહાભાઇ તથા પ્રવિણભાઇ ભીમાભાઇ તથા આઇ.ટી.એક્સપર્ટ કેવલસિંહ અશોકસિંહ,મેડિકલ ઓફિસર ડૉ.હર્ષ જાની તથા ફાર્માસીસ્ટ જીતેન્દ્રભાઇ કાંતીલાલ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores