સુરેન્દ્રનગર જીલ્લા નાં પાટડી ખાતે વડવાળા મંદિર ના હોલ માં અમદાવાદ લંડન વિમાન દુર્ઘટના મૃત્યુ પામેલા દિવંગત આત્મા ને શાંતિ મળે તે નિમિત્તે પાંચ દિવસ ની શિવકથા નું આયોજન કરવામાં આવ્યું હતું . આ શિવકથા ના કથાકાર શ્રી મનોજભાઈ શાસ્ત્રીજી( કમાલપુર) એ કથાનુ રસપાન કરાવ્યું હતું
.આ કથા મુખ્ય યજમાન શ્રીમતી મીનાબેન વિજયકુમાર દેસાઈ પરિવાર દ્વારા સ્વ ખર્ચ આ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કથા દરમિયાન પાટડી નગરમાં વિવિધ મહિલા મંડળ ને ભજન ની કીટ અપૅણ કરવામાં આવી હતી.તેમજ આ કથા માં આવેલ ભેટની એકત્ર થયેલ રકમ બાપા સિતારામ પાટડી ખાતે ચાલતી ગૌશાળા માં ધાસચારા નિમિત્તે અપૅણ કરવામાં આવી હતી.આ પાંચ દિવસ ની કથામાં વક્તા શ્રી મનોજભાઈ શાસ્ત્રીજી દ્વારા શિવપાવૅતી વિવાહ સહીતના ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. આ શિવ મહાપુરાણ કથા માં ધારાસભ્ય શ્રી પી.કે.પરમાર.જુનાગઢ જીલ્લા નાં પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ.પૂવૅ ધારાસભ્ય સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી નૌશાદભાઈ સોલંકી.ગુજકોમાસોલ ના ડીરેકટરશ્રી જેશીગભાઈ ચાવડા.સુરેનગર જીલ્લા કોંગ્રેસ ના મહામંત્રી વિક્રમભાઈ રબારી. પાટડી ભાજપ તાલુકા પ્રમુખશ્રી રમેશભાઈ ઠાકોર.પાટડી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી વીણાબેન પંકજભાઈ પટેલ.પાટડીનગર પાલીકા ચેતનાબેન.કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી.ઉપપ્રમુખ.જેવા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો.સામાજીક આગેવાનો . મહિલા મંડળો સહિત ભાવિક ભકતો ઉપસ્થિત રહ્યા હતા
. પાંચ દિવસ થી ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણ ની પૂર્ણાહુતિ ના દીવસે વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામેલા જીવ આત્માઓ ને શ્રધ્ધાંજલી આપવા આવી હતી.આ પોથીયાત્રા નો લાભ ઓમ શાંતિ વિદ્યાલય પ્રીયાદીદી ને આપવામાં આવ્યા અહેવાલ = અલ્કાબેન પંડ્યા
સુરેન્દ્રનગર જીલ્લા નાં પાટડી ખાતે વડવાળા મંદિર ના હોલ માં અમદાવાદ લંડન વિમાન દુર્ઘટના મૃત્યુ પામેલા દિવંગત આત્મા ને શાંતિ મળે તે નિમિત્તે પાંચ દિવસ ની શિવકથા નું આયોજન કરવામાં આવ્યું
અન્ય સમાચાર








Total Users : 142385
Views Today : 