>
Thursday, July 31, 2025

ભારે વરસાદના કારણે છાપી હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ થઈ ગયો. અનેક મુસાફરો વાહનોમાં ફસાઈ ગયા — ભૂખ્યા, થાકેલા અને પરિસ્થિતિથી અચાનક પરેશાન થયેલા.

*તારીખ: 26/06/2025 – ગુરુવાર*

*સ્થળ: છાપી હાઈવે*

 

આજનો દિવસ યાદગાર રહ્યો…

ભારે વરસાદના કારણે છાપી હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ થઈ ગયો. અનેક મુસાફરો વાહનોમાં ફસાઈ ગયા — ભૂખ્યા, થાકેલા અને પરિસ્થિતિથી અચાનક પરેશાન થયેલા.

 

અને એ સમયે…

અલ્લાહ પાકે અમારી પાસે કામ લઈ લીધું.

*મેમણ યુથવિંગ કમિટી છાપી* ના યુવાનો તરત જ સ્થળે પહોંચી ગયા. કોઈ ડ્રાઈવર પાસે ઊભા રહ્યા, કોઈ મોટા વાહનોની વચ્ચે Biscuits વહેંચ્યા,

 

*બિસ્કિટનું વિતરણ હાથવગું લાગશે… પણ એ ક્ષણે એના પછી બીજું મોટું કામ ન હતું.*

એ ભૂખ્યા મુસાફરોના ચહેરા પર એક નાનકડું સ્મિત જોવા મળ્યું — એજ અમારી કમિટીની કામયાબી છે.

 

> “સેવા એ ફક્ત મદદ નથી… સેવા એ દિલથી લાગણી વહેંચવાનો અવસર છે.”

 

 

માશા અલ્લાહ, આજે યુથવિંગના મેમ્બરોએ એ ભાવના જીવંત કરી. કોઈ ફોટો લેવા માટે કામ નહોતું… publicity માટે નહીં…

ફક્ત નમ્રતા અને નીયતથી – માણસોની તકલીફમાં મદદ કરવા.

 

આવા એક ક્ષણે પણ જો આપણે આગળ વધીએ, તો ખબર નથી કેટલી દુઆઓ મળી જાય…

આ યુવા છે, સેવા માટે તૈયાર છે.

આ યુથવિંગ છે – જેણે સંકલ્પ લીધો છે કે જ્યાં જરૂર હશે, ત્યાં હાજર રહીશું.

 

અલ્હમદુલિલ્લાહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores