ઉના તાલુકાના દેલવાડા ગામે નાઘેર સોસાયટી મા વરસાદ નુ ગ્રહણ
ઉના તાલુકાના દેલવાડા ગામે રેલવે સ્ટેશન ની નજીક થી નાઘેર સોસાયટી મા પ્રવેશ કરી શકાય છે જ્યારે બીજી તરફ દેલવાડા ગૃપ્ત પ્રયાગ મેઇન રોડ તરફ થી પ્રવેશ કરી શકાય આ સોસાયટીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી નો કોઈ નિકાલ ના હોય એ કારણોસર વરસાદ થાય એટલે પાણી નો ભરાવો થાય છે સ્થાનિક પંચાયત એ સોસાયટી માં આર.સી.સી. રોડ બનાવ્યો છે પરંતુ અણ આવડત હોય એ રીતે આ રોડ પર વરસાદી પાણી નો નિકાલ રાખવા મા આવેલ નથી જે કારણોસર દર ચોમાસે આ રસ્તો પાણી માં ગરકાવ થઇ જાય છે અને સોસાયટીના રહીશો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલ મા ચોમાસા ની સિઝન હોય મચ્છર જન્ય રોગ જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ પણ આ ભરાયેલા વરસાદી પાણી ને કારણે થવા ની શક્યતા ઓ છે લોકો ની માંગ છે કે આ વરસાદી પાણી નો યોગ્ય નિકાલ કરવા મા આવે અને લોકો ને પડતી મુશ્કેલી નુ નિરાકરણ આવે સોસાયટી ના રહિશો દ્રારા સ્થાનિક પંચાયત ને તમામ પ્રકારના વેરા વિઘોટી ઓ ભરપાઇ કરવા મા આવે છે
તેમ છતાં સ્થાનિક પંચાયત દ્રારા નાઘેર સોસાયટી ના લોકો ને પડતી મુશ્કેલી સામે આંખ આડા કાન કરે છે. બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ. દેલવાડા ( ઉના)