>
Wednesday, July 2, 2025

ખેડબ્રહ્માના રતનપુર ગામે વરસાદથી કાચી દિવાલ ધસી પડતા બે બાળકોના મોત અને એક ઘાયલ

ખેડબ્રહ્માના રતનપુર ગામે વરસાદથી કાચી દિવાલ ધસી પડતા બે બાળકોના મોત અને એક ઘાયલ

 

ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામના સૂકાઆબાના નીચલી ફળીયામાં રહેતા અમરતભાઈ ભાંડુભાઇ મકવાણા ના મકાનની માટીની દિવાલ અતિ વરસાદને કારણે ધોવાઈ પડી જતાં તારીખ 29-6-25 ની સાંજે 7:00 વાગે દીપલભાઈ અમરતભાઈ ભાડુ ઉંમર વર્ષ ચાર આસ્થાબેન લલીતભાઈ રાજાભાઈ મકવાણા ઉંમર વર્ષ સાત તથા રવિન્દ્રભાઈ ત્રણે બાળકો ઘરની ચોપડમાં રમતા હતા તે દરમિયાન અતિશય વરસાદને કારણે માટીની દિવાલ ભીની થઈ પડી જતા ત્રણે બાળકો ને ગંભીર શારીરિક ઈજાઓ થતાં ત્રણે બાળકોને સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં રવિન્દ્રભાઈને ખેડબ્રહ્માની આયુષ હોસ્પિટલમાં તથા દીપલભાઈ તથા આસ્થાબેનને હિંમતનગર વધુ સારવાર અર્થે લઈ ગયા જતા હતા ત્યારે દિલીપભાઈનું વડાલી નજીક તથા આસ્થા બેનનું હિંમતનગર જતાં મોત થયું હતું. આ બનાવ બનતાં ખેરોજ પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. આ બનાવ બનતાં અમરતભાઈ ભાડુભાઈ મકવાણા ઉંમર વર્ષ 28 રહે રતનપુર વાળાએ ખેરોજ પોલીસ સ્ટેશને જાણ કરતો ખેરોજ પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી તપાસ હે.કો. કિરીટભાઈ રમણભાઈ ને સોંપી છે.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores