ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા વિસનગર ખાતે 20 હજાર જેટલા રોપાનું વિતરણ કરાયું
ગ્રીન ગ્લોબલ બ્રિગ્રેડ મધ્યસ્થ કાયૅલય વિસનગર ખાતે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા મહાનુભાવોના હસ્તે મફત માં અંદાજે 20 હજાર જેટલા રોપા વિતરણ ની આજે શરૂઆત કરાઈ
વીસનગર શહેર અને તાલુકા ને હરીયાળુ બનાવવા માટે તેમજ વાતાવરણ માં આક્સિજન લેવલ વધારવા માટે ગ્રીન એમ્બેસેડર પયૉવરણ પ્રેમી જીતુભાઈ વષૉથી પયૉવરણની જાળવણી માટે વૃક્ષા રોપણ કરી રહ્યા છે. અને વૃક્ષારોપણ મહા અભીયાન સાથે જન જાગૃતી અભીયાન અને ખેડુતો પોતાના સેઢા ઊપર વધુ વૃક્ષો વાવે એના માટે પશુપાલન સાથે વૃક્ષપાલન ના નારા સાથે કાયૅ કરી રહ્યા છે
ત્યારે આ ચોમાસાનું ઋતુ માં દર વર્ષ ની જેના આ વર્ષે પણ લોકો સોસાયટી. કોમનપ્લોટ. ધરની આગળ. બગીચા દરેક જગ્યાએ વવાય એવા પયૉવરણ લક્ષી રોપાનુ આજે મહાનુભાવો ના હસ્તે ઝાંબુ,બદામ, કાસિદ, પેન્ટોફાર્મ, સેતુર, લાલ કરેણ, પારસ પીપળો,નીલગીરી, ઝામફળી,લીમડા,ટગર,તુલસી, બિલી,અરડૂસી,ગુલમહોર, સરગવો ના રોપા વિતરણ કાર્ય ની આજે મહાનુભાવોના હસ્તે વિતરણ કરી શરૂઆત કરવામાં આવી હતી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષો વાવવા માટે એક પેડ માં કે નામનુ સુત્ર આપીને નાગરીકો વધુ વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવી છે ત્યારે ગુજરાત ના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ મહેસાણા વન વીભાગ ના સહયોગ થી ચોમાસાની ઋતુ દરમ્યાન અંદાજે 20000જેટલા રોપાનું મફત માં વિતરણ કરવામાં આવનાર છે. જેની આજે શરૂઆત
ગ્રીન ગ્લોબલ બ્રિગ્રેડ મધ્યસ્થ કાયૅલય વિસનગર ખાતે કરવામાં આવી હતી.
પર્યાવરણ પ્રેમી જીતુભાઈ એ જણાવ્યું હતું કે તેઓએ અત્યાર સુધી 10 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે અને લોકો વધુ ને વધુ વૃક્ષો વાવી ગ્લોબલ વોર્મિંગ ને દૂર કરવા આગળ આવે તેમજ આવનાર ભવિષ્ય માં વધુ ને વધુ ઓક્સીજન પાર્ક આપણે બનાવી પર્યાવરણ ની સાથે સાથે આપણું પણ રક્ષા કવચ બનાવીએ
આ કાર્યક્રમ માં રમણભાઈ પટેલ ટ્રસ્ટી જ્યોતિ ટ્રસ્ટ, ડૉ. જે.એન.ઝવેરી પ્રેસિડેન્ટ સિનિયર સિટીઝન કાઉન્સિલ, ડી આઈ પટેલ, જી આઈ ડી સી ના પ્રમુખ શંકર પટેલ , રોટરી ક્લબ ના પ્રમુખ સંજય પટેલ, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ડૉ.જયેશ શુક્લ,ઉર્વીશભાઈ પટેલ વિસનગર જીલ્લા પર્યાવરણ સં. ગતિવિધ સંયોજક (આર.એસ.એસ.),સામજિક કાર્યકર દશરથ પટેલ, વિસનગર ના અગ્રણી ઈશ્વર પટેલ નેતાજી ,ઉપરાત વિસનગર શહેર તાલુકા ના મોટી સંખ્યા માં પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891