ભારતીય કિસાન સંઘ ભરતી વિજયનગર તાલુકા નો પ્રશિક્ષણ વર્ગ વિજયનગર પોળો ખાતે યોજાયો.
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની યોજના અનુસાર દરેક તાલુકામાં પ્રશિક્ષણ વર્ગ દ્વારા કારોબારી અને કિસાન કાર્યક્રમ ઘડતર રીતી નીતિ અને પ્રશ્નો તેમજ આગામી કાર્યક્રમો આયોજન અંગે થતા હોય છે જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ વિજયનગર તાલુકાના ઐતિહાસિક પોળો ખાતે યોજાયો જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળ કાકા અને પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખશ્રી અમૃતભાઈ પટેલ અને ઈડર તાલુકા મંત્રીશ્રી અમરતભાઈ અને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ અને વિજયનગર તાલુકાના સ્થાપક પ્રમુખશ્રી જયંતીભાઈ અને સાબરકાંઠા જિલ્લાના સજીવ ખેતી પ્રમુખશ્રી રવજીભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું
આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખશ્રી ડાયાભાઈ મંત્રીશ્રી નારણભાઈ ખરાડી અને કોસા અધ્યક્ષ શ્રી દિલીપભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવેલ હતું
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891