>
Saturday, July 5, 2025

ખેડબ્રહ્માના રતનપુર ખાતે કાચા મકાનની દિવાલ ધસી પડતા મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને સહાય ચૂકવાઈ

ખેડબ્રહ્માના રતનપુર ખાતે કાચા મકાનની દિવાલ ધસી પડતા મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને સહાય ચૂકવાઈ

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ખાતે કાચા મકાનની દિવાલ ધસી પડતા બે બાળકો મૃત્યુ પામ્યાનો દુઃખદ બનાવ સર્જાયો હતો. આ બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી હતી.
બંને મૃતકના પરિવાર જનોને તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, અગ્રણીશ્રીઓની ઉપસ્થિતીમાં સહાય ચૂકવવામાં આવી હતી.
આ અંગે ખેડબ્રહ્મા તાલુકા વિકાસ અધિકારીશ્રી મુકેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 29/6 /2025 રાત્રે 11:30 કલાકે રતનપુર ગામે કાચા મકાનની દિવાલ ધસી પડતા પાંચ વર્ષીય દિલીપભાઈ અમરતભાઈ મકવાણા તેમજ સાત વર્ષીય આશાબેન લલિતભાઈ મકવાણા બંને બાળકોનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેકટરશ્રીના નિર્દેશ હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાની તપાસ કરી દિવાલ ધરાશયથી થયેલા મૃત્યુના બનાવમાં મૃતકના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય સરકારની આપત્તિ વ્યવસ્થાપન યોજના હેઠળ રૂ. ૪ લાખ દિઠ બંને બાળકોના પરિવારજનોને તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં બાળકના નિધનથી જિલ્લા વહીવટી તંત્ર તરફથી મૃતકના પરિવારમાં શોકવ્યાપ્ત ભાવનાઓ પ્રગટ કરવામાં આવી હતી. તેમજ તમામ સંબંધિત વિભાગોને ચોમાસા દરમિયાન આવાં બનાવો નિવારવા માટે તકેદારીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી.

તસવીર અહેવાલ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores