>
Saturday, July 5, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામ ના બાપા સીતારામ સેવા મંડળ દ્વારા પદયાત્રીઓ માટે અનેરી સેવા

ઉના તાલુકાના દેલવાડા ગામ ના બાપા સીતારામ સેવા મંડળ દ્વારા પદયાત્રીઓ માટે અનેરી સેવા

ઉના તાલુકાના નવાબંદર ગામ થી મોગલ ધામ ભગુડા ની પદયાત્રા માટે નિકળેલા પદયાત્રીઓ માટે દેલવાડા ગામ ના કાન્તિ ભાઇ મકવાણા તથા બાપા સીતારામ સેવા મંડળ દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પદયાત્રા સંઘ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહોંચતા દેલવાડા ગામે થી સેવા મંડળ ના અનિતા બેન જેઠવા બંસરી બેન વંશ કાજલ બેન મકવાણા સહિત ના સેવકો દ્વારા છોટા હાથી ટેમ્પો લય આ સંઘ માટે રાત્રે ૯ કલાકે પહોંચી પદયાત્રા સંઘ ને ભોજન કરાવેલ હતુ આ બાપા સીતારામ સેવા મંડળ દેલવાડા દ્રારા દર મહિને પુનમ દરમિયાન બટુક ભોજન પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે આમ દેલવાડા ગામ થી નાગેશ્રી 45 કિલોમીટર દૂર જથ પદયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થા કરી હતી અને પદયાત્રીઓ એ આ સેવા ની પ્રશંસા કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores