>
Sunday, July 6, 2025

સંત શ્રી દોલતરામજી મહારાજ આશ્રમ ધામડી મુકામે વડીલોના વૃંદાવન કાર્યક્રમ યોજાયો

સંત શ્રી દોલતરામજી મહારાજ આશ્રમ ધામડી મુકામે વડીલોના વૃંદાવન કાર્યક્રમ યોજાયો

 

વડાલી તાલુકાના ધામડી મુકામે આજથી 5 વર્ષ પહેલા સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદાર દ્વારા વડીલોના વૃંદાવન કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ. જે આજે વટ વૃક્ષ સમાન બની ગયેલ છે. ખેડબ્રહ્મા વડાલી અને ઇડર તાલુકાના 60 વર્ષથી ઉપરના લગભગ 450 જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ દર શનિવારે 9 થી 12 કલાક દરમિયાન આશ્રમ મુકામે એકઠા થાય છે અને ત્યાં ભજન, કીર્તન, સત્સંગ અને જુદા જુદા સંતો દ્વારા સંતવાણી પીરસવામાં આવે છે. સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદાર સાહેબે શરૂ કરેલી આ વડીલોના વૃંદાવન યાત્રા તેમના દીકરા ભરતભાઈએ સંભાળી લીધી છે. જેનો સૌ વડીલોને આનંદ છે. આચાર્યશ્રી સુરેશભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી સાથે આજના ભોજનદાતા તાદલીયા કંપાના રમણભાઈ સવગણભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવેલ. આજના વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં મોટામણીરામ મહારાજ, ધુળારામ મહારાજ, જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, સંતશ્રી ધુળારામ મહારાજ સંતશ્રી દશરથસિંહજી બાપુ, રઘજીભાઈ પટેલ, રવજીભાઈ શ્રોફ, નાના મણીરામ મહારાજ, કિસાન સંઘ પ્રમુખશ્રી શામળભાઈ પટેલ, શ્રી એમ. કે. રહેવર દ્વારા સત્સંગનું રસપાન કરાવવામાં આવ્યું હતું. વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં પાયાના પથ્થર તરીકે જેઓ નિરંતર સેવા આપી રહ્યા છે તેવા શ્રી શંકરભાઈ પટેલ, શામળભાઈ પટેલ, મણકાભાઈ પટેલ, સોમભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલની સેવાઓને ક્યારેય ભૂલી શકાય તેમ નથી…સમગ્ર કાર્યક્રમનું સંચાલન દશરથસિંહજી બાપુ દ્વારા કરવામાં આવી

 

તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores