>
Wednesday, July 30, 2025

ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજીયા પડમાં આવ્યાં. સાંજે હિન્દૂ મુસ્લિમ આગેવાનોનું સ્નેહમિલન યોજાયું 

ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજીયા પડમાં આવ્યાં. સાંજે હિન્દૂ મુસ્લિમ આગેવાનોનું સ્નેહમિલન યોજાયું

 

બીજાં દિવસે તમામ તાજીયા બજારમાં એકત્રીત થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવ્યાં હતાં

ઉપલેટા શહેરમા તાજીયા બનાવવાની કામગિરી ત્રણેક મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે. મોહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય આપ્રથમ મહિનો મુસ્લીમો માટે શોક્ નો મહિનો ગણવામાં આવે છે મોહરમ માસ દરમ્યાન મુસ્લીમોના ઓલિયા હજરત ઇમામ હુસેન કરબલા ખાતે સહિદ થયાં તેની યાદમાં મોહરમનો તહેવાર ઊજવવામાં આવે છે આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દર રોજ અલગ અલગ ન્યાજ નાં પ્રોગ્રમો યોજાતા હોય છે જ્યારે નવમી નાં દિવસે દરેક તાજીયા પડમાં આવે છે અને બીજાં દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે. આ વર્ષો ની પરંપરા મુજબ રાજકોટ જીલ્લાનાં ઉપલેટા ખાતે બપોરે તમામ તાજીયા કમિટીના વિવિધ તાજીયા પડમાં આવ્યાં હતાં. અને બપોરથી જ અલગ અલગ ન્યાજ નાં સ્ટોલ લગાવવામાં આવ્યાં હતાં.

આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમા હિન્દૂ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવારો ઉજવે છે જેથી રાત્રે તાજીયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બન્ને સમજના સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજાય છે ત્યારે આ વર્ષે પણ નગર પાલિકા પ્રમુખ, પુર્વ પ્રમૂખ, શિક્ષણ સમિતિના ચેરમેન, કિશાન સભાનાં પ્રમૂખ, રાજકીય સમાજિક આગેવાનો સહિત તાજીયા કમિટીનાં મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનો હાજર રહી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો અને બાદમાં તમામે સાથે રહી તાજીયાના દીદાર કર્યાં હતાં

દાનભાઈ ચંદ્રવાડિયા (નગર પાલિકા પુર્વ પ્રમૂખ)

હનીફભાઇ કોડી (મુસ્લિમ આગેવાન)

રિપોર્ટર:- ભાવેશ ગોહિલ

ઉપલેટા:——-///////

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores