ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા સાબર ડેરીમાં વાર્ષિક દૂધ ભાવ વધારો તાત્કાલિક ચુકવવા માટે આવેદનપત્ર પાઠવ્યું
ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા દર માસે નિયમિત હિંમતનગર બલરામ ભવન ખાતે જિલ્લાના હોદ્દેદારો સાથે અચૂક મિટિંગ મળે છે તેમાં જિલ્લા કારોબારી ઉપરાંત દરેક તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી ઉપસ્થિત રહે છે આજરોજ મિટિંગમાં પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખશ્રી અમૃતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ મંત્રી કિશોરભાઈ જિલ્લા કોસાધ્યક્ષ અમૃતભાઈ અને ઉપપ્રમુખશ્રી નાથુસિંહ ચૌહાણ અને રસિકભાઈ પટેલ તેમજ દેવુભાઈ પટેલ જિલ્લા યુવા પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ અને દરેક તાલુકાના પ્રમુખ મંત્રી અને સંયોજકો સાથે મળી જેમાં દરેક તાલુકામાં પ્રશિક્ષણ વર્ગ અંગે ચર્ચા થઈ અને તાજેતરમાં જૂન મહિનામાં થયેલ અતિશય વરસાદ અને ખેતી પાકને થયેલ નુકસાન તેમજ ધોવાણ અંગે આપેલ આવેદનપત્રો અંગે ચર્ચા વિચારણા કરી ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે વાર્ષિક ભાવ વધારો તાત્કાલિક ચુકવવા અંગે પ્રતિનિધિ મંડળ દ્વારા સાબર ડેરીના સિનિયર મેનેજર શ્રી એન એલ પટેલ સાહેબ સાથે આપી અને તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોને અત્યારે વધારે પડી રહેલ વરસાદમાં ભાવ વધારો ઉપયોગી થઈ શકે માટે ચર્ચા કરેલ હતી અને ત્યારબાદ સિનિયર મેનેજર શ્રી નારણભાઈ પટેલે સાબર ડેરી દ્વારા તાજેતરમાં સાબરદણમાં કરેલ ₹50 ના ઘટાડા અંગે પણ જણાવેલ હતું આમ આ રીતે સતત સાબરકાંઠા જિલ્લાની ટીમ ખેડૂતો માટે સતત ખડે પગે રહી કામ કરી રહેલ છે
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891