>
Wednesday, July 9, 2025

કચ્છના સાયરા ગામે સામાજિક સમરસતા મહેકી ઉઠી

કચ્છના સાયરા ગામે સામાજિક સમરસતા મહેકી ઉઠી

 

ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેડ નામની સંસ્થા બનાવી છે એમા પણ નાતજાત ના ભેદભાવ વગર દરેક ને જોડી રહ્યા છે. ગ્રીન ગ્લોબલ બ્રિગ્રેડ સંસ્થા માં પણ દરેક ને અટક મુક્ત રાખી ને જોડે રહ્યા છે

 

ગ્રીમ એમ્બેસેડર જીતુભાઇ દ્વારા દલિત વડીલોના પગ ધોઈ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

ઉચ્ચ નીચના ભેદ ભાવ થી પર રહી એક સમસર ગામમાં સમૂહ ભોજન કરાયું

 

 

સામાજિક વાડાઓને કારણે રૂંધાતી દેશની પ્રગતિને સમરસતાની ભાવના થી સૌનો સાથ અને સૌનો વિકાસનું સૂત્ર આપતા દેશના વડાપ્રધાન દ્વારા સામાજિક ઉચ્ચ નીચતાના ભેદ ભાવ ભુલાવવા શ્રમજીવીઓ સફાઈ કામદારો અને દલિત લોકોના પગ ધોઈ પૂજન કરવામાં આવ્યું હતું. જે બાબત થી પ્રેરણા લઈ આજે દેશમાં સામાજિક સમરસતાનું મોટું પૃવર્તન હોવા મળી રહ્યું છે.

 

હાલના સમાજને સામાજિક રાજકારણ વચ્ચે સમરસતાનો અભિગમ અપનાવવો સહેલો નથી પરંતુ અશક્ય પણ નથી ત્યારે સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ કચ્છના પ્રવાસ દરમિયાન સાયરા ગામે પહોંચ્યા હતા. જ્યાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં આ ગામે સમરસ બની પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. તો ગામ લોકોમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોઈ જીતુભાઈએ ગામ લોકો સાથે મુલાકાત કરી હતી. જ્યાં ગામની રાજકીય સમરસતા સાથે સામાજિક સમરસતાને પ્રેરણા આપતા જીતુભાઈ દ્વારા ગામના દલિત બંધુઓના પગ ધોવામાં આવ્યા હતા. જીતુભાઇ સાથેના તમામ સભ્યોએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના શપથ લેવડાવી ગામમાં એક જમણવાર, એક થાળી અને એક ભોજન ગ્રહણ કર્યું હતું. આમ કચ્છ ના સાયરામાં પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ વૃક્ષારોપણની સાથે સાથે સામાજિક સમરસતાનો પણ સંદેશો આપ્યા હતો.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores