વડાલીના ધામડી અન્ન ક્ષેત્ર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઇ
વડાલી તાલુકાના ધામડી ગામમાં દોલતરામ આશ્રમ ખાતે ઉમિયા મંડળ ધામડી દ્વારા ગુરુપૂર્ણિમા ના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
નોરતા ગામના પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંત શ્રી દોલતરામ મહારાજ ના ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ધામડી ગામમાં સવારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ ધામડી અન્ન ક્ષેત્ર ખાતે પૂજ્ય દોલતરામ મહારાજ ગુરૂ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વડાલી તાલુકા માંથી મોટી સંખ્યામાં મહારાજનો ભક્ત સમુદાય ઉપસ્થિત રહ્યો હતો અને ગુરુ પૂજન નો વિશેષ લાભ પ્રાપ્ત કર્યો હતો
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340881