આજ રોજ ઉના તાલુકા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ એજીલ્લા પંચાયત ના સદસ્ય ની આગેવાની મા ગાંધીનગર ખાતે મંત્રી ઓ ને વિકાસ કામો માટે કરી રજુઆત
આજરોજ ઉના તાલુકા પંચાયત ના સદસ્ય ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ એ જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય અને સામાજિક કાર્યકર રમેશભાઇ વંશ ની આગેવાની મા ગાંધીનગર ખાતે સચિવાલય ખાતે રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ને રુબરુ મુલાકાત કરી માણેકપુર ગામ એ વધતા જતા ખારા પાણી ને અટકાવવા માટે બંધારા અંગે ખાસ રજુઆત કરી હતી આ બંધારા સંબધે મંત્રી શ્રી એ હકારાત્મક અભિગમ સાથે સદરહું બંધારા બાબતે અધિકારી ઓ ને તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય કરવા સુચનાઓ આપી હતી
સાથે સાથે આવનાર દિવસોમાં માણેકપુર ગામ તથા આજુબાજુના ગામોમાં ખારા પાણી ની સમસ્યા નો નિકાલ આવસે. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના