ઉના તાલુકાના દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ આજરોજ ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય ની આગેવાની હેઠળ ગામ ની સમસ્યા ઓ સંદર્ભ ગુજરાત સરકાર ના મંત્રી ઓ ને રુબરુ મુલાકાત દરમિયાન કરી રજુઆત
ઉના તાલુકાના દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા આજરોજ ગાંધીનગર ખાતે સચિવાલય મા જય પોતાના ગામ મા પડતી વિવિધ સમસ્યા બાબતે રાજય ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ ને રુબરુ મુલાકાત દરમિયાન રજુઆત કરી હતી સરપંચ પ્રતિનિધિ શ્રી એ મંત્રી શ્રી ની મુલાકાત દરમિયાન દાંડી ગામે ચાલતા પંચાયત ઘર ના અધુરા કામ બાબતે ધારદાર રજૂઆત કરી હતી અને મંત્રી ને જણાવ્યું હતું કે હાલ ની પંચાયત કચેરી જર્જરીત હાલતમાં હોય જેથી સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ દાંડી ગામે નવી પંચાયત કચેરી બનાવવા માટે શરુઆત કરી હતી મનરેગા વિભાગ દ્વારા એજન્સી દ્વારા નવી પંચાયત કચેરી બનાવવા માટે નુ કામ ચાલુ કરવા આવેલ પરંતુ એજન્સી દ્વારા આ પંચાયત ભવન નુ કામ અધુરું થોડી દેવાતાં ઘણી હાલાકી ભોગવવી પડે છે અને પંચાયત ભવન ની અધુરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા મા આવે એવી માગણી કરી હતી સાથે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ એ તાત્કાલિક લગત વિભાગ ના અધિકારી ઓને ઉના તાલુકાના દાંડી ગામ ના પંચાયત ભવન ના અધુરા કામ ને લય ને સુચના આપી હતી તથા આ અધુરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે સુચના આપી હતી આ રજુઆત કરવામાં માટે ગાંધીનગર ખાતે ગિર સોમનાથ જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય ની આગેવાની મા રજુઆત કરવામાં આવી હતી સાથે સાથે ગામ મા ગંદા પાણીના નિકાલ માટે તથા ચોમાસા ના વરસાદી પાણી ના નિકાલ માટે ભુગર્ભ ગટર યોજના લાગુ કરવા માટે પણ રજૂઆત કરી હતી જેનો હકારાત્મક અભિગમ મંત્રી શ્રી એ આપેલ હતો સવિશેષ મા દાંડી ગામે હાલ મા સાઇકલોન સેન્ટર ના હોય એ માટે સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મા પણ ધારદાર રજૂઆત કરી હતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અધિકારી દ્રારા આગામી દિવસોમાં નવા આયોજન મા દાંડી ગામ ને સાયકલોન સેન્ટર નુ બિલ્ડીંગ આપવા મા આવસે એવું જણાવ્યું હતું આમ દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા ની જાગૃતતા તથા જીલ્લા પંચાયત સદસ્ય ભાવેશભાઇ ઉપાધ્યાય ની આગેવાની મા ગાંધીનગર ખાતે વિવિધ સમસ્યા ઓ બાબતે સરકાર મા અસરકારક રીતે રજુઆત કરવામાં આવી છે
બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના