ઉપલેટા શહેર મા પિતા ના સમય થી ચાલતું પીરઝાદા ગ્રુપ પુત્ર એ 20 વર્ષ બાદ ફરી સક્રિય કર્યું
ઉપલેટા શહેર ના વોર્ડ નંબર-૯ ના પૂર્વ નગર સેવક અને મોહરમ કમેટી ના પ્રમુખ ઇકબાલમીયા યુસુફમીયા પીરઝાદા ના સમય થી ચાલતું પીરઝાદા ગ્રુપ તેમના પુત્ર વસીમમીયા ઇકબાલમીયા પીરઝાદા એ 20 વર્ષ બાદ ફરી સક્રિય કર્યું.
પીરઝાદા ગ્રુપ એ મોહરમ ના તહેવાર નિમિતે 9 મી મોહરમ ની રાત્રે પંચહાટડી ચોક મા ન્યાઝ નુ આયોજન કર્યું હતું અને ધોરાજી જાપે પાણી ની સબીલ બનાવી પાણી નુ વિતરણ કર્યું હતું અને ત્યાર બાદ 10 મોહરમ ના દિવસે પંચહાટડી ચોક મા પીરઝાદા ગ્રુપ દ્વારા જૂની પરંપરા મુજબ ચોકારો લેવામાં આવ્યો, પીરઝાદા ગ્રુપ એ પંચહાટડી ચોક મા મોહરમ કમેટી ના પૂર્વ આગેવાનો ઇકબાલ મીયા યુસીફમીયા પીરઝાદા, દાઉદશા બાવાશા શેખ, સિદ્દીકમીયા યુસીફમીયા પીરઝાદા ના ફોટા વાળા બેનર લગાડી લોકો ને તેમની યાદ તાજા કરાવી હતી અને તે બેનરો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
આ તમામ આયોજન મા કરબલા ગ્રુપ, ખ્વાજા કે દીવાને ગ્રુપ, આરીફભાઈ નાથાણી, ફારૂકભાઈ સુરીયા, એજાજભાઈ ખોખર, નઇમબાપુ કાદરી, રઉફબાપુ નાગાણી, રજાકભાઈ હિંગોરા, સીરાજ દાઉદશા શેખ, વસીમશા સોહરવદી, ઈરફાન શેખડાડા સહીત ના લોકોએ જહેમત ઉઠાવી હતી તે તમામ લોકોનું પીરઝાદા ગ્રુપ આભાર માને છે
મુસ્લિમ સમુદાયના યુવકો સહિતના સૌ કોઈએ આ કામગીરીને બિરદાવી સંપૂર્ણ સાથ સહકાર આપી જુના સમયની યાદી તાજા કરી હતી
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા