ટેકનિકલ ટીમ સાથે સાબરકાંઠા કલેક્ટરશ્રીએ હિંમતનગર ઇડરને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા હાથમતી બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું
સાબરકાંઠામાં નાના મોટા કુલ ૫૧ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું

તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે. આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારશ્રીને રિપોર્ટ સબમિટ કરાશે.
જિલ્લા કલેકટરશ્રીએ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે પર હાથમતી નદીના ઓવરબ્રિજની સ્થળ ચકાસણી કરી હતી. આ બ્રિજ પૈકી જૂનો મૂળ બ્રિજનું બાંધકામ 1998 માં કરવામાં આવ્યું હતું. જ્યારે રસ્તાનું ચારમાર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે બ્રિજને 2018માં પહોળો કરવામાં આવ્યો હતો. હાલ ચકાસણીના અંતે બ્રિજની સ્થિતિ સારી છે અને આ બ્રિજ ટ્રાફિકેબલ છે.તેમણે જણાવ્યું છે. ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. 
સાબરકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે ૫૧, જિલ્લામાં નાના ૨૫ મોટા ૨૬ એમ કુલ ૫૧ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે. આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફ્ટી ઓડિટ હાથ ધરાશે.
આ બ્રિજની મુલાકાત સમયે આરએનબીના એક્ઝિક્યુટિવ ઇજનેર શ્રી, પ્રાંત શ્રી હિંમતનગર ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







