- ભૂરિયા ગામે 246મા સુંદરકાંડ પાઠમાં બ્રહ્મ સમાજ ના પ્રમુખ મહેન્દ્રભાઈ ઓઝાનુ સન્માન કરવામાં આવ્યું
થરાદ તાલુકાના ભૂરિયા ગામે 11 મુખી હનુમાનજી ધામ ના પ.પૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના ધામ ખાતે કોરોના કાળથી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના મણકામાં સતત 246મા શનિવારે મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમભાઈ દવે ભૂરિયાવાલાના મુખે સુંદરકાંડ પાઠ યોજાયો આ પ્રસંગે મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ દ્વારા થરાદ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ ના નવનિર્મિત પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઓઝાનુ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે ભૂરાલાલ ઓઝા વામી,દેવરામભાઈ મિસ્ત્રી વગેરે ગણમાન્ય લોકો એ હાજરી આપેલ આ સ્થાને વિરાટ મૂર્તિ ધારી 11મુખી હનુમાન દાદા ના અગણિત પરચાઓને કારણે દર શનિવાર ,મંગળવાર, પૂનમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે
*રીપોર્ટ*નરસીભાઈ*દવે*લુવાણા* *કળશ*થરાદ*