ખેડબ્રહ્મા એસટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નવીન બસ ચાલુ કરાઈ
( કમલેશ રાવલ ખેડબ્રહ્મા દ્વારા)
ખેડબ્રહ્મા તાલુકાના છેવાડાના ગામડાના લોકોને એસટી બસ ની સુવિધા મળી રહે તે માટે ગોરાડ ગામના બાપુ નરેન્દ્રસિંહ તથા ઘંટોડી ગામના વાલજીભાઈ દેસાઈ દ્વારા ખેડબ્રહ્મા એસટી ડેપોના મેનેજર રઘુવીરસિંહને ગ્રામ્ય વિસ્તારના લોકોને ખેડબ્રહ્મા આવવા તથા જવા માટે તકલીફ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નવીન બસ ચાલુ કરવામાં આવી છે
આ બસ સવારે સાડા નવ વાગે ખેડબ્રહ્મા થી ઉપડશે ખેડબ્રહ્મા થી અંબાઇગઢા, માંકડી,ગોરાડ, ટૂંડીયા,ભચડીયા,જીતપુર, ઘંટોડી,ગઢડા શામળાજી, ગુંદેલ, ચાડા થઈ ખેડબ્રહ્મા જશે
ખેડબ્રહ્મા આવવા તથા જવા માટે તકલીફ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બસ સેવા ચાલુ કરાતાં ગોરાડ બાપુ નરેન્દ્રસિંહ (પપ્પુબાપુ ) અને દેસાઈ વાલજીભાઈ ઘંટોડીવાળાએ એસટી ડેપો મેનેજર ખેડબ્રહ્મા સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો