*રીપોર્ટ*નરસીભાઈ*દવે લુવાણા કળશ**થરાદ👉શ્રી ધરણીધર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આજ રોજ વાવ તાલુકાના ટડાવ ગામે રહેતા જરૂરિયાત મંદ વૃધ્ધ માજીને રાશનકીટ ની સેવા આપવામાં આવી હતી.અને પંખી ચણ જુવાર એક બોરી આપવામાં આવી.
આવા હળાહળ કળજુગ માં માણસો જ્યારે સ્વાર્થી બનતા જાય છે પોતપોતાના ધંધા માંથી કોઈને ફુરસત નથી.આજનો માનવ પૈસાની દોટમાં બધું ભુલી ગયો છે ત્યારે આ જગતમાં પરોપકારી જીવન ગુજારતા માનવો પણ ક્યાંય ક્યારેય જોવા મળી જાય છે.એવા કોઈ શબરી , મીરાં જેવા પાત્રો અત્યારે કળી કાળમાં જોવા મળે છે.એવા એક વૃધ્ધ માજીની આજે વાત કરવી છે.થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા ના માધ્યમથી જાણવા મળ્યું હતું કે માજી કબુતરો ની અનોખી સેવા કરી રહ્યા છે
.ત્યારે શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આજે રૂબરૂ મુલાકાત કરી માજી દ્વારા જાણવા મળ્યું કે પોતે છેલ્લા છ વર્ષથી આ કબૂતરોને ચણ આપવાનું,કોઈ બીમાર કબુતર હોય તો એની સારવાર કરાવવાનું કાર્ય કરી જીવદયા નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.એમની પાસે લગભગ 200 જેવા કબુતર અત્યારે છે એમને નિયમિત 6 કિલ્લો ચણ આપવામાં આવે છે જેમાં રાઈ,બાજરી,જુવાર,મગ વગેરે ચણ આપવામાં આવી રહ્યું છે.એમને મદદની જરૂર હોવાથી પંખી ચણ માટે એમણે સહાય માંગી હતી તો સંસ્થા દ્વારા નિયમિત ચણ ની વ્યવસ્થા કરવાની વાત કરી તેમજ માજીને ઘર પણ જર્જરિત અવસ્થામાં છે તો નવિન મકાન બને અને કબુતરો માટે એક ચબુતરો બને એવી એમની માંગ છે.ચોમાસામા કબુતરો નું ચણ ભીંજાઈ જાય છે
તેમજ કબુતરો માટે વ્યવસ્થિત વ્યવસ્થા થાય એવી માગણી છે.પ્રમુખ વિશાલ સિંહ ગોહિલ ત્થા ગોવિંદભાઈ મકવાણા-ખીમાણાવાસ દ્વારા આજ રોજ એમની રૂબરૂ મુલાકાત લઈ ને સેવા આપવામાં આવી તેમજ વાવ ખાતે પણ એક જરૂરિયાત મંદ પરિવાર ને રાશન કીટ ની સેવા આપવામાં આવી હતી.
પત્રકાર 👉 દવે નરસીભાઈ લુવાણા કળશ થરાદ