ગીર ગઢડા: સનવાવ ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અને રમતગમતના મેદાનની માગણી
ધર્મેશ ચાવડા અને ગ્રામજનો દ્રારા મામલતદાર આવેદન પાઠવી ગ્રાઉન્ડ ની માગણી કરી
ગીર ગઢડા,21મી જુલાઈ– ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામના યુવાનો અને વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને રમતગમત માટે મેદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા ગીર ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. સનવાવ ગ્રામજનો અને સામાજિક કાર્યકર ધર્મેશ ચાવડા દ્વારા આ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં તાત્કાલિક ધોરણે મેદાન ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.આવેદનપત્રમાં ખાસ કરીને સર્વે નંબર ૧૦૦ પૈકી ૫ માં ગ્રાઉન્ડ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું કે, યુવાનોને રમતગમતનું મેદાન મળી જાય તો તેમના જીવનનું જોખમ ઘટે છે અને શારીરિક મજબૂતી જળવાઈ રહે છે.હાલમાં, સનવાવ ગામના યુવાનો અને વિદ્યાર્થીઓને સવારે વહેલા દોડવા જવું પડે છે, ત્યારે વન્ય પ્રાણીઓ અને વાહનોના અકસ્માતનો ભય રહે છે. આ પરિસ્થિતિને ટાળવા અને યુવાનોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે વહીવટી તંત્ર વહેલી તકે ગ્રાઉન્ડની સુવિધા પૂરી પાડે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ મેદાન ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી શારીરિક તાલીમ પણ મળી રહેશે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
અહવાલ એક ભારત ન્યૂઝ