>
Thursday, October 23, 2025

ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કમ્પાના ભાવિક ભક્તો દ્વારા અગિયારસના દિવસે અનુષ્ઠાન બાદ ભવ્ય ઉજવણી કરાઈ 

ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કમ્પાના ભાવિક ભક્તો દ્વારા અગિયારસના દિવસે અનુષ્ઠાન બાદ ભવ્ય ઉજવણી કરાઈ

 

અષાઢ સુદ પૂનમ ગુરુ પુનમ દિવસથી તીર્થધામ પ્રેરણાપીઠ અને પાવનધામ વડાલી કંપા અને નખત્રાણા ધામ તેમજ કચ્છ કા દિયા ધામ ખાતે 11 દિવસના અનુષ્ઠાન કાર્યક્રમ યોજાઇ રહેલ છે જેમાં પ્રેરણાપીઠ તીર્થધામ ખાતે આધ્યા જગતગુરુ સત પંથ આચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ શ્રી પંકજ દાસજી મહારાજ શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ શ્રી અરવિંદભાઈ ભગત નાશિક અને શ્રી મણીભાઈ ભગત દ્વારા દરરોજ સવાર સાંજ સત્સંગનું રસપાન કરાવી રહેલા હતા જેનું સમગ્રv દેશ અને વિદેશમાં પ્રસારણ દ્વારા ભાવિક ભક્તો સત્સંગનો લાભ લઈ રહેલ જેના અનુસંધાને દામાવાસ કંપા ખાતે દરરોજ અંદાજી 60 થી 70 ભાવિક ભક્તો અનુષ્ઠાન કરી રહેલ તેની ઉજવણી સ્વરૂપે આજરોજ ગ્રામજનો તેમજ હાઈસ્કૂલના અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ સાથે અંદાજિત 900 થી 1000 લોકોએ આજે બ્રહ્મ ભોજનનો પ્રસાદ ગ્રહણ કરેલ હતો અને આ પ્રસંગે ગામના વડીલોએ સત્સંગ રસપાન અને રાસ રમી ખૂબ જ આનંદ માણેલ હતો અંદાજિત છેલ્લા કેટલાય વર્ષોથી આવો આ રીતે આ પ્રસંગ માં સૌભાગ લઈ આનંદ ઉત્સાહ મેળવે છે અને સત્સંગ દ્વારા જીવન સફળ કરવા શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન મેળવી સંસ્કારો થકી જીવન મૂલ્યનું આદર્શ ગળતર થવા માટે ઘડતર થવા માટે આ પ્રણાલિકા પાડવામાં આવેલ છે અને દર શનિવારે અચૂક બાળ બાલિકા શિબિર અવશ્ય યોજાય એવું આયોજન કરવામાં આવેલ છે

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores