>
Thursday, October 23, 2025

લુવાણા કળશ ની પવિત્ર ધન્ય ધરામાં બ્રાહ્મણ ભોજન જૂની પરંપરા હજી પણ યથાવત છે  

લુવાણા કળશ ની પવિત્ર ધન્ય ધરામાં બ્રાહ્મણ ભોજન જૂની પરંપરા હજી પણ યથાવત છે

 

લુવાણા કળશ ગામની અંદર રહેતા બ્રાહ્મણોને હજી પણ જૂની પરંપરા પ્રમાણે તેમના યજમાનો દ્વારા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે જે આ પરંપરા વડેરો વખતની છે આજે પણ એ પરંપરા યથાવત છે અને બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવામાં આવે છે અને બ્રાહ્મણો ના પરિવાર દ્વારા હાથે અબોટ રસોઈ યજમાન ના ઘરે બનાવવામાં અને રસોઈ બનાવ્યા પછી યજમાન ના કુળદેવી અને ઇષ્ટદેવતાને ભોજન પ્રસાદનો થાળ ધરાવામાં આવે છે અને બ્રાહ્મણ ભોજન મહિમા વિશે ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે પૌરાણિક ગ્રંથો પુરાણો અને ધર્મશાસ્ત્રમાં બ્રાહ્મણોને વિશિષ્ટ સ્થાન મળ્યું છે અને તેમનું ભોજન અતિ પવિત્ર તથા પૂણ્યદારક માનવામાં આવે છે અને પુરાણો મુજબ જ્યારે કોઈ યજ્ઞ દાન કે પુણ્ય કર્મ થાય છે ત્યારે બ્રાહ્મણોને ભોજન કરાવું એ તે કાર્ય નુ પુરણ ફળ આપે છે અને એવું કહેવાય છે કે બ્રાહ્મણોને કરાવેલું ભોજન ગંગા સ્નાન જેટલું પવિત્ર ફળ આપે છે અને શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે અને અન્નદાન ને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે અને બ્રાહ્મણોને કરાવેલું આ દાનમાં શ્રેષ્ઠ ગણાય છે અને મનુસ્મૃતિ બ્રાહ્મણોને સંતોષપૂર્વક કરાવેલું ભોજન યજમાનના સપ્તજનમ સુધી સુખદાયક થાય છે પાપતી મુક્તિ માટે અને કુળમાં શાંતિ અને સમૃદ્ધિ માટે અને સંતાન સુખ અને આત્માશાંતિ અને ઈશ્વર કૃપા અને દેવતાઓને કૃપા પ્રસન્નતા કરવા માટે બાર મહિનામાં એક વખત અવશ્ય પોતાના ઘરે બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ બ્રાહ્મણ ભોજન કરવાનો મહિમા શાસ્ત્રમાં ઘણો મોટો કહેવામાં આવ્યો છે અને જો આપણા ઘરે બ્રાહ્મણ ભોજન કરવાથી અને બ્રાહ્મણના શ્રી મુખેથી મંત્રોના જય ઘોષ આપણા ઘરમાં સાંભળવામાં આવે છે તો તમામ પાપોથી મુક્ત થવાય છે અને ઘરની અંદર સુખ શાંતિને સમૃદ્ધિ બની રહે છે

👉* *રીપોર્ટ* *નરસીભાઈ*દવે *લુવાણા*કળશ* *થરાદ*

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores