સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગ વાલી સંમેલન યોજાયું
જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે આજરોજ રોજ ધોરણ 6 થી 8 ના બાળકોના વાલી મિત્રોની મીટીંગ મળી હતી.
વાલી મીટીંગની શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરવામાં આવી.
શાળાની બાળાઓ દ્વારા મંચસ્થ મહાનુભાવો અને વાલી મિત્રોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રાથમિક વડાશ્રી ધીરુભાઈએ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ની સાથે સાથે વાલી મીટીંગ શા માટે..? તેની સમજ આપી હતી.
બાળકોની ફરજ છે કે નિયમિત શાળામાં આવવું, નિયમિત હોમવર્ક કરવું..
જ્યારે વાલી મિત્રોની ફરજ છે કે લેસન ડાયરી ચેક કરી શાળામાંથી આપવામાં આવતું હોમવર્ક વિદ્યાર્થી પાસે કરાવવું અને તે સિવાય ઓછામાં દરરોજ બે કલાક વાંચન કરવું. પ્રમુખશ્રી રસિકભાઈ પટેલ અને પીઆઈ શ્રી સાધુ સાહેબે સ્વાગત કરનાર દીકરીઓને ₹ 1,100 આપ્યા હતા.
શાળામાં અભ્યાસ કરતી દીકરી જેતાવત કાવ્યકુંવરએ શાળાના અભ્યાસ દરમિયાન ના સંસ્મરણો અને શાળામાં થતી અધર એક્ટિવિટી અને શૈક્ષણિક કામગીરી અંગે વાલી મિત્રોને વાકેફ કર્યા હતા.
સાથે વાલી મિત્રોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા.
આચાર્યશ્રી સુરેશભાઈએ શિક્ષક વાલી, વિદ્યાથીઓ ત્રણેય નો સમન્વય થાય તો જ પરિણામ મળશે.
આવો આપણે સૌ સાથે મળીને શિક્ષણ કાર્ય ને વેગવંતુ બનાવીએ. આ પ્રસંગે ખેડબ્રહ્મા પી.આઈ શ્રી સાધુ સાહેબ, શાળાના પ્રમુખશ્રી જેઠાભાઈ પટેલ, શ્રી રસિકભાઈ પટેલ અને મંત્રીશ્રી રાજાભાઈ પટેલ બી.આર શ્રી પિયુષ જોષી સી.આર.સી પ્રફુલભાઈ પ્રજાપતિ, ધર્મેશભાઈ પટેલ, નાયબ મામલતદારશ્રી ધવલસિંહ જેતાવત તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મેઘાબેન ઉપાધ્યાય કરેલ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે ભારી જયમત ઉઠાવેલ.
અંતમાં સૌને અલ્પાહાર સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891