ઉના તાલુકાના સૈયદ રાજપરા રોડ ઉપર મસમોટા ખાડા
ઉના તાલુકાના દેલવાડા સિમર રાજપરા રોડ સ્ટેટ હાઇવે નંબર 104 સ્ટેટ હસ્તક નો રોડ આવેલ છે આ રોડ પર ખુબ મોટા મોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સૈયદ રાજપરા ગામ માછીમાર વ્યવસાય નુ ગામ છે આ ગામ બંદર છે હજારો લોકો ને રોજગારી આપતુ ગામ છે સદરહુ રોડ ના ખાડા બાબતે અવારનવાર ટેલીફોનીક રજુઆત કરવામાં આવી છે ત્યારે આ ખાડા બુરવા મા પણ વેઠ ઉતારવામાં આવી હોય
એવું લાગે છે માટે લોકો ની માંગ છે કે રોડ પર આવેલા ખાડા રિપેર કરવામાં આવે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના