હિંમતનગર શહેરમાં નવી પોસ્ટ ઓફિસ નું નિર્માણ કરાશે
સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા કરાઈ રજૂઆત
દિલ્હી ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જીને રૂબરૂ મળી સાબરકાંઠા જીલ્લાનું હાલનું જે જૂનું પોસ્ટ ઓફિસ ભવન છે ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા રહે છે તેથી પાર્કિગની સુવિધાવાળું નવીન પોસ્ટ ઓફિસ ભવન બનાવવા માટે રજૂઆત કરી,જેથી ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે.
તેમજ જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળ દરમિયાન મારા સંસદીય ક્ષેત્રને નવા જિલ્લાની ભેટ મળી હતી,તે અરવલ્લી જિલ્લામાં પણ પોસ્ટની નવી ડિવિઝન ઓફિસ શરૂ કરવાની માંગણી કરી.
અરવલ્લી જિલ્લાના પ્રજાજનો અને વહીવટી અધિકારીઓને વહીવટી કામો માટે હિંમતનગર ખાતે આવવું ના પડે તે માટે મોડાસામાં ડિવિઝન ઓફિસ શરૂ કરવા મંત્રીશ્રી ને રજૂઆત કરી.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891