ખેડબ્રહ્મા ગામ મા ઢાળ ચઢતા જોખમી વૃક્ષો દુર ન કરાતા ,તંત્ર કોઈ હોનારત થાય તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગે છે
આરાધના કોમ્પ્લેક્સ ની સામે ઢાળ ઊપર મોટા જોખમી ઝાડ કયારે પડે તે નક્કી નથી ,કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ…
ખેડબ્રહ્મા ન.પાલિકામા છેલ્લા કેટલાક સમયથી લોકોની રજૂઆતો કોઈ સાભળવા તૈયાર નથી, સતાપક્ષ અને વિરોધ પક્ષો બનને પક્ષો વિસ્તારમા કામો માટે એક બીજા પર આક્ષેપો કરીને હોબાળો મચાવી રહ્યા છે. આમ જનતાના કામો રુકાવટો જોવા મળે છે.જેમા પ્રજાનુ કોઈ કામ થતુ નથી.ત્યારે આરાધના કોમ્પ્લેક્સ ની સામે ઢાળ ઊપર ચઢતા જોખમી વૃક્ષો કેટલાય સમયથી તોતીગની જેમ ઊભા છે.નમી પડેલ છે.પડુ પડુ થઈ રહયા છે. કયા પડે તે નકકી નથી,છતા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામા આવતી નથી.ફકત એસીમા બેસી રહેવુ છે.ક્યુ ઝાડ કયા નમી ગયુ છે. તે જોવાની પણ ફુરસદ નથી,કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહયુ છે. કર્મચારીઓ સવાર સાંજ આજ ઢાળ ઊપરથી પસાર થતા હોય છે.પણ ઢાળ ઊપર તોતીઞ વૃક્ષો કર્મચારીઓને દેખાતા નથી કે શુ..આ રોડ ઊપર જોખમી વૃક્ષો દુર થશે કે પછી હોતી હૈ ચલતી હૈ …
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891