>
Tuesday, August 26, 2025

લાઠી પો.સ્ટે.ના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી છેલ્લા એક માસથી ફરાર લીસ્ટેડ પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

*લાઠી પો.સ્ટે.ના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી છેલ્લા એક માસથી ફરાર લીસ્ટેડ પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી*

 

આ કામના કેદીને લાઠી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૦૨૨/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬, તથા પોક્સો કલમ ૪ વિ. મુજબના ગુન્હામાં દસ વર્ષની સજા થયેલ જે કામે આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને નામ. ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના ક્રિમી.અ.નં.૦૧/૨૦૨૫ અપીલ નં.૧૦૬૬/૨૦૨૧ તા.૧૬/૦૬/૨૦૨૫ અન્વયે તા.૦૧/૦૭/૨૦૨૫ થી તા.૧૨/૦૭/૨૦૨૫ દિન-૧૦ ની વચગાળાના જામીન રજા પર મુક્ત થયેલ અને મજકુરને તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ હાજર ન થઇ મજકુર કેદી તા. ૧૨/૦૭/૨૦૨૫ ના રોજ ફરાર થયેલ જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો.

 

ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓ પકડવા સુચના આપેલ હોય જે અન્વયે સંજય ખરાત પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ કે.ડી.હડીયા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ ટીમ લાઠી પો.સ્ટે. વિસ્તારમાં પેરોલ ફરાર કેદીની તપાસમાં હોય અને તેઓને બાતમી હકીકત આધારે લાઠી પો.સ્ટે.ના ગુન્હાના રાજકોટ મધ્યસ્થ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને તા.૦૪/૦૮/૨૦૨૫ ના રોજ લાઠી તાલુકાના દુધાળા ગામેથી હસ્તગત કરી તપાસ પુછપરછ કરી આગળની ઘટતી કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપેલ તજવીજ કરેલ છે.

 

*પકડાયેલ ફરાર કેદી* :-

 

*પાકા કેદી નં.૪૭૭૪૫ સુરેશભાઇ ઓઘડભાઇ શીંગાળા ઉ.વ.૪૦ ધંધો.હીરાઘસુ રહે.દુધાળા તા.લાઠી જિ.અમરેલી*

 

*આ કામગીરી સંજય ખરાત પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે તથા વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ કે.ડી.હડીયા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, એ.એસ.આઇ. કે.જે.બેરા,જે.જી.ઝાલા તથા હેડ કોન્સ. રાહુલભાઈ ઢાપા, સતારશા શેખ,ભાવનાબેન ચૌહાણ તથા આઇ.ટી.એક્સપર્ટ ધારાબેન ઠક્કર એ રીતેના જોડાયેલ હતા.

 

*અહેવાલ મુકેશ ડાભી અમરેલી*

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores