વડાલી શહેરની સંત શ્રી રામજી બાપા શારદા વિદ્યામંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠાની 100 થી વધુ સ્વનિર્ભર શાળાઓમાં આજે 11 હજાર થી વધુ રોપા વવાશે
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા મહામંડળના સંગઠન પર્વની ઉજવણી ના ભાગરૂપે રેકોર્ડ બ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં તારીખ 5/ 8/ 2025 ને મંગળવારના રોજ આહવાન કરવામાં આવ્યું હતું અને સુરક્ષિત કાલ માટે અને પર્યાવરણનું જતન કરીને કુદરતનું ઋણ ચૂકવવા માટે આજે વડાલી સ્થિત સંત શ્રી માતૃશ્રી કુવરમાં વિદ્યા સંકુલ સંત શ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિર વડાલી ખાતે ન્યુ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ગંગારામભાઈ પી પટેલના માર્ગદર્શન હેઠળ
ટ્રસ્ટીગણમાંથી શ્રી તુલસીભાઈ પટેલ શ્રી રાજુભાઈ પટેલ શ્રી છબીલભાઈ પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તેમજ સંસ્થાના તમામ વિભાગના વડાશ્રી ઓ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી ઘરની ઉપસ્થિતિમાં આશરે 551 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ પ્રત્યે અનેરો પ્રેમ વ્યક્ત કર્યો હતો
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891