ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ ૨-અનડીટેક્ટ બાઇક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઇસમોને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યા
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લામા મિલકત સંબધી ચોરીઓના બનાવો સંબંધે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ, ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.આઈ ડી.એન.સાધુ ખેડબ્રહ્માં નાઓએ પોલીસ સર્વેલન્સ ટીમને આ દિશામા સતત વોચ તપાસમા રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ.જે આધારે સર્વેલન્સ ટીમના માણસો ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન મામેર તરફથી એક સી.ડી.૧૧૦ બાઈક આવતા તેને રોકી જોતા જેનો રજીસ્ટેશન નં-GJ-09-DE-2979 નો હોય બાઈક ચાલક પાસે બાઈક ના આધાર પુરાવા માંગતા રજુ નહી કરતા પોકેટ કોપ એપ્લિકેશન જે મો.સા બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી ખેડબ્રહ્મા પો.સ્ટે લાવી બાઈક ચાલકનુ નામ પુછતા ફાગણાભાઈ રતાભાઈ જાતે.લખુમડા તથા પાછળ બેસેલ ઇસમ મોતાભાઈ માલાભાઈ ઉર્ફે લાલા જાતે ખેર બન્ને રહે.અંબાઘર તા.કોટડા છાવણી જી.ઉદેપુર વાળાનાઓને તેઓના કબજાની મો.સા બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મો.સા બે વર્ષ પહેલા સિવીલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે બાબતે અત્રેના ખેડબ્રહ્મા પો.સ્ટે પાર્ટ- ઇ.પીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય તેમજ વધુ પુછપરછ કરતા સદર ઇસમોએ અન્ય એક હોન્ડા સાઈન બાઇક બે દીવસ અગાઉ તા.૦૪/૦૮/૨૦૨૫ ના રોજ સવારે ખેડબ્રહ્મા હરણાવ નદીના પુલ પરથી ચોરેલ હોવાનું જણાવતા હોય સદર મો.સા તેઓએ રાખેલ જગ્યાએથી અત્રે પો.સ્ટે લાવી જોતા જેનો બી.એન.એન.એસ ક્લમ-૩૦૩(૨) મુજબ દાખલ થયેલ હોય જે બંને અનડીટેક્ટ ગુન્હાનાના આરોપીઓ તથા મુદ્દામાલ રીકવર કરી કુલ ૨-અનડીટેકટ ગુન્હા ડીટેક્ટ કરી મીલકત સંબંધી ગુન્હાનો ભેદ ઉકેલી ખેડબ્રહ્મા પોલીસે વધુ એક સફળતા મેળવેલ છે.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891