હિંમતનગર સવગઢ આંગણવાડી કેન્દ્ર મા નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે મહિલા અને બાળ આરોગ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત આજના મહિલા અને બાળ આરોગ્ય દિવસ ની ઉજવણી હિમતનગર તાલુકા ના સવગઢ ગામ મા આંગણવાડી કેન્દ્ર મા કરવામાં આવેલ. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ના dhew સેજલ બેન તથા તેમનો સ્ટાફ તથા osc સ્ટાફ માંથી નસીમ બેનતથા 181 ના કાઉન્સેલર રિંપલ બેન પ્રજાપતિ પોલીસ સ્ટાફ ASI પન્નાબેન તથા આંગણવાડી કેન્દ્ર ના કાર્યકર્તા બેન સોનલ બેન પરમાર તથા આજુબાજુ ના અન્ય આંગણવાડી કાર્યકર્તા બેનો હાજર હતા. જેમાં કિશોરીઓને આરોગ્ય વિશે ની માહિતી આપવામાં આવેલ.વજન ઊંચાઈ કરવામાં આવેલ.તથા ધાત્રી માતાઓ ને કીટ આપવામાં આવેલ વાનગી સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવેલ અને નંબર આપી કિશોરીનું ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવેલ છે. તથા 181 અભયમ ટીમ દ્વારા 181 ની માહિતી આપવામાં આવેલ તથા કાયદાકિય સમજ પણ આપવામાં આવી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891