>
Tuesday, August 26, 2025

ખેડબ્રહ્માના આર્ડેકતા કોલેજ ખાતે પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં “ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઇ

ખેડબ્રહ્માના આર્ડેકતા કોલેજ ખાતે પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં “ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઇ

 

આદિજાતી બાંધવોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.- પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત

 

કાર્યક્રમ દરમિયાન વર્ચ્યુઅલ રીતે કુલ રૂ. ૮૮૨.૨૧ લાખના ખર્ચે ૫૩ કામોનું ખાતમુહૂર્ત તેમજ કુલ રૂ.૮૧૧. ૪૦ લાખના ખર્ચે કુલ ૭૬ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું

ઉદ્યોગ મંત્રીશ્રી તથા સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે પૃથ્વીના મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિજાતી લોકો વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે ભગવાન બિરસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે. પ્રકૃતિ જ જેનું સર્વસ્વ છે એવા આદિજાતી લોકોના વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના, વન અધિકાર અધિનિયમ ૨૦૦૬, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિજાતી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. રેસીડેન્સીયલ શાળાઓ,આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે એમણે ઉમેર્યું હતું.

*આ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી* એ જણાવ્યું હતું કે આજે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. મહાન આદિજાતિ ક્રાંતિકારીઓએ પોતાના જીવનથી શોષિતો અને પીડિતો માટે સ્વતંત્રતા અને સ્વાભિમાનનો માર્ગ દેખાડ્યો છે. આજે દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા આદિજાતિ ભાઈ-બહેનોના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે ભારતના મહાન ક્રાંતિકારી, આદિજાતિ લોકોનું ગૌરવ, સ્વતંત્રતાના અગ્રદૂત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવણી માત્ર એક જન્મજયંતિ નથી, પરંતુ આદિજાતિ લોકોની સંસ્કૃતિ, સ્વાભિમાન અને આઝાદીની ભાવનાનું પુનર્જાગરણ છે.આદિજાતી સમાજ ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને આગવી અસ્મિતા ધરાવે છે. આદિજાતી લોકોના વિકાસ અર્થે અનેક વિધ યોજનાઓ અમલી છે. આજના યુગમાં જ્યારે વિકાસ અને પ્રગતિના માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે બિરસા મુંડાના આદર્શો યાદ અપાવે છે કે પ્રગતિની સાથે પરંપરા, પ્રકૃતિ અને માનવ મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂરી છે.આદિજાતિ વિસ્તાર માટે રોડ, વીજળી, પીવાનું શુદ્ધ પાણી અને આરોગ્ય સુવિધાઓને ગામડે-ગામડે પહોંચાડવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિજાતિ લોકો માટે પી એમ જનમન અભિયાન થકી વિકાસ માટેના કર્યો કરવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે કુલ ૮૮૨.૨૧ લાખના ખર્ચે ૫૩ કામોનું ખાતમુહૂર્ત તેમજ કુલ ૮૧૧. ૪૦ લાખના ખર્ચે કુલ ૭૬ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત આદિજાતિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, સા.કા. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી કનુભાઈ પટેલ,નગરપાલિકા પાલિકા પ્રમુખશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, પ્રયોજના વહીવટદારશ્રી ખેડબ્રહ્મા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે પી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,અગ્રણીશ્રી લુકેશભાઈ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores