સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ તથા પીએસઆઇ તથા સ્ટાફ તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ હાજર રહ્યા
પોલીસ અધિક્ષક શ્રી ના અધ્યક્ષતામાં સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ મીટીંગ નું આયોજન કરવા માં આવ્યું
હિંમતનગર ગ્રામ્ય
પોલીસ સ્ટેશન માં આવતી પંચાયતોના દરેક સરપંચો ઉપસ્થિત રહ્યા
હાલ કચેરીના ધ્યાન ઉપર આવેલ કેટલાક કિસ્સાઓમાં ગામડાઓમાં પોલીસને લગતા બનાવો જયારે બનતા હોય છે ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને સમયસર થતી નથી. જેના કારણે કાયદાકીય કામગીરી કરવામાં વિલંબ થતો હોય છે. જેને લઇ આ પરિસ્થિતિ નું નિવારણ આવે તે હેતુ થી
ગુજરાત રાજયની ગ્રામીણ સ્તરની પોલીસીંગ વધુ મજબૂત અને અસરકારક બને અને ગામડાઓમાં કોઇપણ બનાવ બને ત્યારે તેની સાચી માહિતી સ્થાનિક પોલીસને તાત્કાલિક મળે
દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ તમામ ગામોના સરપંચશ્રીઓ સાથે એક પરિસંવાદનું આયોજન કરવાનું રહેશે અને પરિસંવાદમાં પોલીસ અધિકાર ક્ષેત્રને લગતા કોઇપણ બનાવ બને તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા અંગે સરપંચશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપવા વિનંતી કરી હતી
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891