ઉના તથા ગિર ગઢડા વિસ્તારમાં વરસાદ
ઉના શહેર સહિત તાલુકા ના ગામો માં સાર્વત્રિક વરસાદ પડવા નુ ચાલુ થયું છે જેમ ધોકડવા ગામ મા તથા ગિર વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે મઘા નક્ષત્રમાં વરતા આ વરસાદ ને ખેડૂતો પવિત્ર અને લાભ દાયક માને છે ગિર પંથકમાં પડેલા વરસાદના કારણે ઉના તાલુકાના જીવાદોરી સમાન મચ્છુન્દ્રી નદી મા હળવું પુર આવતા ખેડૂતો માટે ખુશી નો માહોલ છે હવે નદી મા પાણી વહેતા થવા થી કુવા રીચાર્જ થય જસે એવી આશા બંધાઈ છે
આમ બપોર બાદ ઉના શહેર સહિત સમગ્ર તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જ્યારે ગિર વિસ્તારમાં ધોકડવા નગડીયા જસાધાર ચિખલકુબા ગામો માં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર સાંપડયા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના