ખેડબ્રહ્મામાં 21 મી સદીના સ્વપ્ન દ્રષ્ટા પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ. રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા.
ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ.રાજીવ ગાંધીજીની જન્મજયંતીએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીજીને યાદ કરીને તેમના નારા પોકારવામાં આવ્યા હતા તથા આધુનિક ભારતના ઘડવૈયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી દેશનો ઝડપી વિકાસ કઈ રીતે થાય તેનો રાહ ચીંધ્યો તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યોને આજના દિને યાદ કરવામાં આવ્યા હતા. સ્વ. રાજીવગાંધીની જન્મજયંતીના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા ઉપરાંત ખેડબ્રહ્મા નગરના કોર્પોરેટરશ્રી અનિલભાઈ વણઝારા,ગુદડજી પ્રજાપતિ, ભારતીબેન વ્યાસ સહિત રોહિતભાઈ પટેલ,હરપાલસિંહ વાઘેલા,યોગેન્દ્રસિંહ,ભીખાજી ખાંટ,આકાશભાઈ,પરેશભાઈ, ભરતભાઈ પ્રજાપતિ,સમંદરકાકા, કે કે કાપડિયા,લાલાભાઇ ભાવસાર,વલ્લભભાઈ પટેલ, ડૉ .કિંજલ સોલંકી,પુંજીરામ ઈશ્વરભાઈ ઓડ,ધર્મેન્દ્ર પટેલ, અમરતભાઈ પરમાર,રતિભાઈ વણઝારા તેમજ રાકેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891