>
Tuesday, August 26, 2025

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના હરસડ ગામની 20 વર્ષીય મહિલાને બનાસ જનરલ હોસ્પિટલમાં નવજીવન મળ્યું છે.

બનાસ જનરલ હોસ્પિટલમાં મહિલાની કિડની બચાવાઈ: સુઈગામની 20 વર્ષીય મહિલાની બંને કિડની બગડી હતી, દૂરબીન વડે નિ:શુલ્ક સફળ સારવાર.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના હરસડ ગામની 20 વર્ષીય મહિલાને બનાસ જનરલ હોસ્પિટલમાં નવજીવન મળ્યું છે. મહિલાને છેલ્લા બે વર્ષથી પેશાબનો ભરાવો, પેશાબમાં બળતરા અને અટકી-અટકીને આવવાની સમસ્યા હતી.

 

4 જુલાઈની રાત્રે પેશાબના અટકાવ અને શ્વાસની તકલીફ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સોનોગ્રાફી રિપોર્ટમાં B/L PYELONETHRITIS નામની બીમારી જણાઈ હતી. મેડિસિન વિભાગના ડૉ. નિરાલી ચૌધરીએ યુરેમિક એનસેફેલોપેથી સેપ્ટિસેમિયા, ડીઆઇસી અને એનીમિયા જેવી બીમારીઓની સારવાર કરી હતી.

 

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોશીના માર્ગદર્શનમાં કરાયેલા પરીક્ષણોમાં બંને કિડનીમાં સોજો અને ઇન્ફેક્શન મળ્યું હતું. બ્લેડર નેક ઓન્સ્ટ્રક્શનની સમસ્યા માટે દૂરબીનથી પેશાબની નળી પહોળી કરવામાં આવી હતી. 18 દિવસની સારવાર બાદ મહિલાની બંને કિડની કાર્યરત થઈ અને તેમને ડાયાલિસિસમાંથી મુક્તિ મળી. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાની સારવાર અહીં નિ:શુલ્ક કરવામાં આવી. સ્વસ્થ થયેલી મહિલાના પરિવારે હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો આભાર માન્યો છે રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores