ધનેશ્વરની મુવાડી પ્રાથમિક શાળામાં સ્વેતા ચેરીટેબલ ટ્રસ્ટ ઘોઘમ્બા તરફથી ગણવેશ વિતરણ કરાયું.
પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાની ધનેશ્વરની મુવાડી પ્રાથમિક શાળામાં ઘોઘમ્બાના વતની કનુભાઈ પરમાર જેઓ ઘણા વર્ષોથી ઘોઘમ્બામાં રહે છે.પોતે વ્યવસાય કરે છે.સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે બધા વેલસેટ છે.કનુભાઈ પરમાર સ્વેતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવાઓ કરે છે તેઓ અમાસ અને પૂનમના દિવસે વૃદ્ધાશ્રમમાં તિથિભોજન પણ આપે છે.જુદી જુદી સંસ્થાઓમાં એક યા બીજી રીતે સહયોગ કરતા હોય છે.તેમ તા 21.8.2025ના રોજ ધનેશ્વરની મુવાડી પ્રાથમિક શાળામાં દરેક બાળકને ફ્રીમા ગણવેશ વિતરણ કરી સમાજ,ગામ અને કુટુંબનું નામ વધારેલ છે.કનુભાઈ આમતો પંચમહાલ જિલ્લામાં જાણીતું નામ છે.પોતે સાદું અને સરળ જીવન જીવે છે.પોતે ક્યારેય પ્રચાર કરવામાં માનતા નથી.
જન સેવા એજ પ્રભુ સેવા ખરેખર ચરિતાર્થ કરેલ છે.ગરીબોના મસીહા ગણાતા કાનુભાઈને બાળકો,ગરીબો અને વૃદ્ધોએ ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891