થરાદના ભૂરિયા ગામે 11મુખી હનુમાન ધામ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે સતત 252મો સુંદરકાંડ પાઠ યોજાયો
થરાદ તાલુકાના ભૂરિયા ગામે 11 મુખી હનુમાનજી ધામ ના મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના ધામ ખાતે કોરોના કાળથી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના મણકામાં સતત 252મા શનિવારે મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ યોજાયો આ સ્થાન પર 11મુખી હનુમાનજી ની પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એક માત્ર 31 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા ના દર્શન કરવા હનુમાન ભકતો દૂર દૂર થી ઉમટી રહ્યા છે આ સ્થાન તીર્થ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે
રીપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કળશ થરાદ